
કામગીરી હુકમો કાઢવાનુ મુલતવી રાખવા બાબત
(૧) જે ગુનાની વિચારણા કરવાનો પોતાને અધિકાર હોય તેની અથવા કલમ ૧૯૨ મુજબ પોતાને સોંપવામાં આવી હોય તેવી ફરિયાદ મળતા મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો કેસમાંનો આરોપી જયા રહે છે તેવી જગ્યા કે જે તેના હકુમત બહાર કે જયાં તેની બજવણી અને તેની હકુમત આરોપી સામે કામગીરી હુકમો કાઢવાનુ મુલતવી રાખી શકશે અને કાયૅવાહી માટે પુરતુ કારણ છે કે નહીં તે નકકી કરવાના હેતુ માટે તે કેસની જાતે તપાસ કરી શકશે અથવા પોલીસ અધિકારીને કે પોતાને યોગ્ય લાગે તે અન્ય વ્યકિતને પોલીસ તપાસ કરવા આદેશ આપી શકશે પરંતુ પોલીસ તપાસ માટેનો એવો કોઇ આદેશ નીચેના સંજોગોમાં આપી શકાશે નહીં
(ક) મેજિસ્ટ્રેટને એવુ જણાય કે ફરિયાદ કરવામાં આવી છે તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ કોટૅ જ કરી શકે તેમ છે અથવા
(ખ) કોઇ કોર્ટે ફરિયાદ કરેલ ન હોય ત્યારે ફરિયાદી અને હાજર હોય તો સાક્ષીઓની કલમ ૨૦૦ હેઠળ સોગંદ ઉપર જુબાની લેવામાં આવી ન હોય તો (૨) પેટા કલમ (૧) હેઠળની તપાસમાં મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો સાક્ષીઓનો સોગંદ ઉપર પુરાવો લઇ શકશે
પરંતુ મેજિસ્ટ્રેટને એવુ જણાય કે જેની ફરિયાદ કરવામાં આવી છે તે ગુનાની સેશન્સ કોટૅ જ ઇન્સાફી કાયૅવાહી કરી શકે તેમ છે તો તેણે ફરિયાદીને તેના તપાસ સાક્ષીઓ રજુ કરવાનુ ફરમાવવુ જોઇશે અને તેમની સોગંદ ઉપર જુબાની લેવી જોઇશે (૩) પોલીસ અધીકારી સિવાયની વ્યકિતએ પેટા કલમ (૧) હેઠળ પોલીસ નપાસ કરેલ હોય તો તે વ્યકિતને તેવી તપાસ માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને આ અધિનિયમથી મળેલી વગર વોરંટે પકડવા સિવાયની તમામ સતા રહેશે
Copyright©2023 - HelpLaw