
કામગીરી હુકમ કાઢવા બાબત
(૧) ગુનાની વિચારણા કરનાર મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કાયૅવાહી માટે પુરતુ કારણ છે અને કેસ (ક) સમન્સ કેસ હોવાનુ જણાય તો તેણે આરોપીની હાજરી માટે સમન્સ કાઢવો જોઇશે અથવા
(ખ) વોરંટ કેસ હોવાનુ જણાય તો તે આરોપીને પોતાની સમક્ષ અથવા (પોતાને હકુમત ન હોય તો) હકુમત ધરાવતા બીજી કોઇ મેજીસ્ટ્રેટ સમક્ષ નિદિષ્ટ સમયે હાજર રાખવા કે રહેવા માટે વોરંટ અથવા પોતાને યોગ્ય લાગે
તો સમન્સ કાઢી શકશે
(૨) ફરિયાદ પક્ષના સાક્ષીઓની યાદી રજુ કરવામાં ન આવે ત્યાં સુધી પેટા કલમ (૧) હેઠળ આરોપી સમે સમન્સ કે વોરંટ કાઢી શકાશે નહીં (૩) લેખિત ફરિયાદ ઉપરથી શરૂ કરવામાં આવેલી કાયૅવાહીમાં પેટા કલમ (૧) હેઠળ કાઢેલા દરેક સમન્સ કે વોરંટ સાથે તે ફરિયાદની નકલ સામેલ રાખવી જોઇશે
(૪) તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા મુજબ પ્રોસેસ-ફી કે બીજી ફી ભરવાની હોય ત્યારે તે ફી ભરવામાં ન આવે ત્યાં સુધી કોઇ કામગીરી હુકમ કાઢી શકાશે નહીં અને એવી ફી વાજબી સમયમાં આપવામાં ન આવે તો મેજિસ્ટ્રેટ તે ફરિયાદ કાઢી નાખી શકશે
(૫) આ કલમના કોઇ મજકુરથી કલમ ૮૭ની જોગવાઇઓને બાધ આવતો હોવાનુ ગણાશે નહીં
Copyright©2023 - HelpLaw