મેજિસ્ટ્રેટ આરોપીને જાતે હાજર રહેવામાંથી મુકિત આપી શકશે
(૧) કોઇ મેજિસ્ટ્રેટ સમન્સ કાઢે ત્યારે જો તેને એમ કરવાનુ કારણ જણાય તો આરોપીને જાતે હાજર રહેવામાંથી મુકિત આપી શકશે અને તેના વકીલ મારફત હાજર રહેવાની તેને પરવાનગી આપી શકશે
(૨) પરંતુ તે કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરનાર મેજિસ્ટ્રેટ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર કાયૅવાહીના કોઇ પણ તબકકે આરોપીને જાતે હાજર રહેવાનો આદેશ આપી શકશે અને જરૂર હોય તો આમા અગાઉ ઠરાવેલી રીતે જાતે હાજર રખાવી શકશે
Copyright©2023 - HelpLaw