
નજીવા ગુનાની બાબતમાં ખાસ સમન્સ
(૧) નજીવા ગુનાની વિચારણા કરતા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કલમ ૨૬૦ (અધવા કલમ ૨૬૧) હેઠળ કેસના સંક્ષિપ્ત રીતે નિકાલ થઇ શકે તેમ છે તો મેજિસ્ટ્રેટ ટોખિત નોંધેલા કારણોસર પોતાનો તેથી વિરૂધ્ધનો અભિપ્રાય હોય તો સિવાય નિર્દિષ્ટ તારીખે મેજિસ્ટ્રેટ સમક્ષ જાતે કે વકીલ મારફત હાજર રહેવા અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા વિના તહોમત માટે દોષિત હોવાનુ કબૂલ કરવા માંગતો હોય તો નિર્દિષ્ટ તારીખ પહેલા મેજિસ્ટ્રેટને ટપાલ કે સંદેશાવાહક દ્રારા સદરહું ખિત કબુલાત અને સમન્સમાં જણાવેલા દંડની રકમ મોકલવાનુ અથવા જો તે વકીલ મારફત હાજર થવા અને તે વકીલ મારફત તહોમત માટે દોષિત હોવાની કબુલાત કરવા માંગતો હોય તો પોતાના ઉપરના તહોમતની પોતાના વતી કબુલાત કરવા માટે વકીલને અધિકારપત્ર આપવાનું અને તે વકીલ મારફત દંડ ભરવાનું ફરમાવો સમન્સ આરોપી ઉપર કાઢવો જોઇશે પરંતુ એવા સમન્સમાં નિર્દિષ્ટ દંડની રકમ (એક હજાર રૂપિયા) કરતા વધુ કરી શકશે નહીં
(૨) આ કલાના હેતુ માટે નાવો ગુનો એટલે એક હજાર રૂપિયા સુધીના દંડની જ શિક્ષાને પાત્ર કોઇ પણ ગુનો પરંતુ તેમા મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ હેઠળના અથવા ગુનાની કબુલાત ઉપરથી આરોપીની તેની ગેરહાજરીમાં દોષિત ઠરાવવા માટેની જોગવાઇ કરતા બીજા કોઇ પણ કાયદા હેઠળના એવી શિક્ષાને પાત્ર કોઇ ગુનાનો સમાવેશ થતો નથી.
(૩) રાજય સરકાર જાહેરનામાથી કલમ ૩૨૦ હેઠળ માંડવાળ કરી શકાય તેવા કોઇ પણ ગુનાના અથવા ત્રણ મહિના કરતા વધુ ન હોય તેટલી મુદતની અથવા દંડની અથવા તે અંતેની શિક્ષાને પાત્ર જે ગુના માટે મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કેસની હકીકતો તથા સંજોગો ધ્યાનમાં લેતા ફક્ત દંડ કરવાથી ન્યાયનો હેતુ સરશે તે ગુનાના સબંધમં પેટા કલમ (૧)થી મળેલી સતા વાપરવા કોઇ પણ મેજિસ્ટ્રેટને ખાસ અધિકાર આપી શકશે
Copyright©2023 - HelpLaw