
આરોપીને પોલીસ રિપોટૅની અને બીજા દસ્તાવેજોની નકલ આપવા બાબત
જયારે પણ પોલીસ રિપોટૅ ઉપરથી કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય ત્યારે મેજીસ્ટ્રેટ વિના વિલંબે નીચેની દરેકની નકલ વીના મુલ્યે આરોપીને પુરી
પાડવી જોઇશે
(૧) પોલીસ રિપોટૅ
(૨) કલમ ૧૫૪ હેઠળ પ્રથમ ખબરનો રિપોર્ટ
(૩) જેને ફરિયાદ પક્ષ પોતાના સાક્ષી તરીકે તપાસવા ધારતો હોય તે તમામ વ્યકિતના કલમ ૧૬૧ની પેટા કલમ (૩) હેઠળ નોંધાયેલ કથનો પૈકી કલમ ૧૭૩ની પેટા કલમ (૬) હેઠળ પોલીસ અધિકારએ જે ભાગ કાઢી નાખવાની વિનંતી કરેલ હોય તે ભાગ સિવાયનો કથનો
(૪) કલમ ૧૬૪ હેઠળ નોંધાયેલ તે કબુલાત અને કથનો
(૫) કલમ ૧૭૩ની પેટા કલમ (૫) હેઠળ પોલસ રિપોટૅ સાથે મેજિસ્ટ્રેટને મોકલાયેલ બીજા કોઇ પણ દસ્તાવેજ કે તેનો સબંધિત ઉતારો પરંતુ ખંડ (3)માં ઉલ્લેખાયેલ કથનનો એવો કોઇ ભાગ વાંચીને અને વિનંતી માટે પોલીસ અધિકારીએ આપેલા કારણોની વિચારણા કરીને મેજિસ્ટ્રેટ એવો આદેશ આપી શકશે કે કથનના તે ભાગની અથવા મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેવા તેના અંશની નકલ આરોપીને પુરી પાડવી
વધુમાં મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે ખંડ (૫)માં ઉલ્લેખાયેલ દસ્તાવેજ બહુ મોટો છે તો આરોપીને તેની નકલ પુરી પાડવાને બદલે કોટૅમાં જાતે કે વકીલ મારફત તેને માત્ર તપાસવા દેવામાં આવશે તેવા આદેશ તે આપી શકશે
Copyright©2023 - HelpLaw