સેશન્સ કોટૅ ઇન્સાફી કાયૅવાહી કરી શકે તેવા બીજા કેસોમાં આરોપીને કથનો અને દસ્તાવેજોની નકલ આપવા બાબત - કલમ:૨૦૮

સેશન્સ કોટૅ ઇન્સાફી કાયૅવાહી કરી શકે તેવા બીજા કેસોમાં આરોપીને કથનો અને દસ્તાવેજોની નકલ આપવા બાબત
પોલીસ રીપોટૅ ઉપરથી હોય તે સિવાય શરૂ થયેલા કેસમાં કલમ ૨૦૪ હેઠળ કામગીરી હુકમ કાઢતા મેજિસ્ટ્રેટને એવુ જણાય કે ગુનાની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ કોટૅ જ કરી શકે તેમ છે ત્યારે મેજિસ્ટ્રેટે વિના વિલંબે નીચેની દરેકની નકલ વિના મુલ્યે આરોપીઓને પુરી પાડવી જોઇશે
(૧) મેજિસ્ટ્રેટે જેની જુબાની લીધેલ હોય તે તમામ વ્યકિતઓના કલમ ૨૦૦ કે કલમ ૨૦૨ હેઠળ નોંધાયેલા કથનો
(૨) કલમ ૧૬૧ કે કલમ ૧૬૪ હેઠળ નોંધાયેલ હોય તે કથનો અને
કબુલાતો
(૩) મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ થયેલ જે દસ્તાવેજો ઉપર ફરિયાદ પક્ષ આધાર રાખવા ધારતો હોય તે દસ્તાવેજો
પરંતુ મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે એવો દસ્તાવેજ બહુ મોટો છે તો તે આરોપીને તેની નકલ પુરી પાડવાને બદલે કોટૅમાં જાતે કે વકીલ મારફત તેને માત્ર તપાસવા દેવામાં આવશે તેવો આદેશ તે આપી શકશે