
સેશન્સ કોટૅ જ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શક્તિ હોય ત્યારે તેને કેસ કમિટ કરવા બાબત
પોલીસ રિપોટૅ ઉપરથી કે બીજી રીતે શરૂ થયેલા કેસમાં જયારે આરોપી હાજર થાય અથવા તેને મેજિસ્ટ્રેટ સમક્ષ લાવવામાં આવે અને મેજિસ્ટ્રેટને એવુ જણાય કે ગુનાની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ કોટૅ જ કરી શકે તેમ છે ત્યારે તેણે
(ક) યથા પ્રસંગ કલમ ૨૦૭ અથવા કલમ ૨૦૮ની જોગવાઇઓનુ પાલન
કર્યા પછી સેશન્સ કોર્ટને કેસ કમિટ કરવો જોઇશે અને આ અધિનિયમની જામીનને લગતી જોગવાઇઓને આધીન રહીને કેસ આવી રીતે કમિટ કરવામાં આવ્યો ન હોય ત્યાં સુધી આરોપીને કસ્ટડીમાં રાખવો જોઇશે (ખ) જામીનને લગતી આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને ઇન્સાફી કાયૅવાહી થતા દરમ્યાન અને તે પુરી ન થાય ત્યાં સુધી આરોપીને કસ્ટડીમાં રાખવો જોઇશે
(ગ) કેસનુ રેકડૅ અને પુરાવામાં રજુ કરવાના હોય તે દસ્તાવેજો તથા વસતુઓ કોટૅને મોકલવા જોઇશે
(ઘ) સેશન્સ કોટૅને કેસ કમિટ કયૅની પબ્લિક પ્રોસીકયુટરે જાણ કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw