સમય સ્થળ ને વ્યકિત વિશેની વિગતો - કલમ:૨૧૨

સમય સ્થળ ને વ્યકિત વિશેની વિગતો
(૧) આરોપી ઉપર જે બાબતનુ તહોમત મુકવામાં આવ્યુ હોય તેની તેને ખબર પડે તે માટે વાજબી રીતે પુરતી હોય તેવી એવી કહેવાતા ગુનાના સમય અને સ્થળ વિશેની અને કોઇ વ્યકિત વિરૂધ્ધ અથવા કોઇ વસ્તુ અંગે ગુનો થયો હોય તો તે વિશેની વિગતો તહોમતનામામાં હોવી જોઇશે (૨) આરોપી ઉપર ગુનાહિત વિશ્ર્વાસઘાતનુ અથવા બદદાનતથી નાણા કે બીજી જંગમ મિલકતનો દુવિનિયોગ કયૅાનુ તહોમત મુકવામાં આવ્યુ હોય ત્યારે ચોકકસ રકમ કે વસ્તુઓ અથવા તારીખનો નિર્દેશ કયૅ વિના યથાપ્રસંગ જેના અંગે ગુનો કયાનુ કહેવાતુ હોય તે અેકંદર રકમનો નિર્દેશ કરવામાં આવે અથવા તે જંગમ મિલકત અને જે તારીખો વચ્ચે ગુનો થયાનુ કહેવાતુ હોય તે તારીખો દશૅાવવામાં આવે તે પુરતુ થશે અને એ રીતે તૈયાર થયેલ તહોમતનામુ કલમ ૨૧૯ના અર્થમાં એક જ ગુનાનુ તહોમતનામુ હોવાનુ ગણવામાં આવશે
પરંતુ એ પ્રમાણે દશૅ વેલ શરૂઆતની અને છેલ્લી તારીખો વચ્ચેની મુદત એક વષૅથી વધુ હોવી જોઇશે નહિ.