કોટૅ તહોમતનામામા ફેરફાર કરી શકશે - કલમ:૨૧૬

કોટૅ તહોમતનામામા ફેરફાર કરી શકશે
(૧) કોઇ પણ કોટૅ ફેસલો સંભળાવતા પહેલા કોઇ પણ સમયે તહોમતનામામા સુધારો કે વધારો કરી શકશે
(૨) આવો દરેક સુધારો કે વધારો આરોપીને વાંચી સંભળાવીને સમજાવવો જોઇશે.
(૩) તહોમતનામામાં કરેલો સુધારો કે વધારો એવો હોય કે ઇન્સાફી કાયૅવાહી તરત કરવાથી આરોપીને તેનો બચાવ કરવામાં અથવા ફરિયાદ પક્ષને તે કેસ ચલાવવામાં પ્રતિકુળ અસર થવાનો સંભવ નથી એવો કોટૅનો અભિપ્રાય થાય તો કોટૅ પતાની વિવેકબુધ્ધિ અનુસાર એવો સુધારો કે વધારો કયૅ । પછી સુધારેલુ કે વધારેલુ તહોમતનામુ મુળ તહોમતનામુ હોય તે રીતે ઇન્સાફી કાયૅવાહી આગળ ચલાવી શકશે.
(૪) સદરહુ સુધારો કે વધારો એવો હોય કે ઇન્સાફી કાયૅવાહી તરત કરવાથી કોટૅના અભિપ્રાય મુજબ આરોપીને કે ફરિયાદ પક્ષને ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિકુળ અસર થવાનો સંભવ છે તો નવેસરથી ઇન્સાફી કાયૅવાહી કરવાનો અથવા જરૂરી હોય તેટલી મુદત સુધી ઇન્સાફી કાયૅવાહી મુલતવી રાખવાનો કોટૅ આદેશ આપી શકશે
(૫) સુધારો કે વધારો કરેલા તહોમતનામામા દશૅ વેલા ગુના અંગે ફોજદારી કામ ચલાવવા માટે અગાઉથી મંજૂરી લેવી જરૂરી હોય તો સુધારેલ કે વધારેલ તહોમત જેના ઉપર આધાર રાખતુ હોય તે જ હકીકતો ઉપરથી ફોજદારી કામ ચલાવવા માટે અગાઉ મંજૂરી મેળવી લેવામાં આવી ચુકેલ હોય તે સિવાય તેવી મંજૂરી મેળવવામાં ન આવે ત્યાં સુધી કેસની કાયૅવાહી કરી શકાશે નહીં.