
તહોમતનામામા સુધારો કરવામાં આવે ત્યારે સાક્ષીઓને પાછા બોલાવવા બાબત
ઇન્સાફી કાયૅવાહી શરૂ થયા પછી કોટૅ કો તહોમતનામામા જયારે પણ સુધારો કે વધારો કરે ત્યારે ફરિયાદ પક્ષ આરોપીને નીચે પ્રમાણે કરવાની છુટ આપવી જોઇશે
(ક) લેખિત કારણોની નોંધ કરીને કોટૅને એવુ લાગે કે યથાપ્રસંગ ફરિયાદ પક્ષ કે આરોપી ત્રાસ આપવાના કે વિલંબ કરવાના હેતુ માટે અથવા ન્યાયનો હેતુ નિષ્ફળ બનાવવા માટે સાક્ષીઓની ઊલટ તપાસ કે ફરી તપાસ કરવા ધારે છે તે સિવાય અગાઉ તપાસાઇ ગયેલ કોઇ સાક્ષીને ઊલટ તપાસ માટે કે ફરી તપાસવા માટે બોલાવીને એવા સુધારા કે વધારાને અનુલક્ષીને તેને તપાસવાની
(ખ) કોટૅ મહત્વના ગણે તેવા વધારાના સાક્ષીને પણ બોલાવવાની
Copyright©2023 - HelpLaw