ભિન્ન ગુનાઓ માટે અલગ અલગ તહોમતો - કલમ:૨૧૮

ભિન્ન ગુનાઓ માટે અલગ અલગ તહોમતો

(૧) કોઇ વ્યકિત ઉપર આરોપ મુકવામાં આવ્યા હોય એવા દરેક જુદા ગુના માટે અલગ તહોમત હોવુ જોઇશે અને એવા દરેક તહોમતની ઇન્સાફી કાયૅવાહી અલગ અલગ કરવી જોઇએ પરંતુ આરોપી લેખિત અરજી કરીને એવી માગણી કરે અને મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે તેને તેમ થવાની બાધ આવવાનો સંભવ નથી તો મેજિસ્ટ્રેટ તેના ઉપર મુકાયેલા તમામ કે ગમે તેટલી સંખ્યાના તહોમતની એક સાથે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે

(૨) પેટા કલમ (૧)માંના કોઇ પણ મજકુરથી કલમો ૨૧૯ ૨૨૦ ૨૨૧ અને ૨૨૩ની જોગવાઇઓના અમલને અસર થશે નહીં