
એક વષૅમાં થયેલા એકજ પ્રકારના ત્રણ ગુનાઓનુ તહોમત એક સાથે મુકી શકાશે
(૧) કોઇ વ્યકિત ઉપર પહેલા ગુના અને છેલ્લા ગુના વચ્ચેના વધુમા વધુ બાર મહિનાના ગાળામાં તેની તે કે અલગ અલગ વ્યકિત અંગે એક જ પ્રકારના એક કરતા વધુ ગુના કયૅ નો આરોપ હોય ત્યારે તેના ઉપર વધુમાં વધુ ત્રણ ગુનાનુ તહોમત મુકી તે અંગે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે (૨) ભારતના ફોજદારી અધિનિયમ અથવા કોઇ ખાસ કે સ્થાનિક કાયદાની તેની તે કલમ હેઠળ સરખી શિક્ષાને પાત્ર હોય તે ગુનાઓ
એક જ પ્રકાર છે
પરંતુ આ કલમના હેતુઓ માટે ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૩૭૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો તે જ અધિનિયમની કલમ ૩૮૦ હેઠળ શિક્ષાપાત્ર ગુનાના પ્રકારનો ગુનો હોવાનુ ગણવામાં આવશે અને સદરહુ અધિનિયમની અથવા કોઇ ખાસ કે સ્થાનિક કાયદાની કોઇ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો તે ગુનો કરવાની કોશિશ ગુનો બનતી હોય ત્યારે એવી કોશિશના ગુનાના પ્રકારનો હોવાનુ ગણવામાં આવશે
Copyright©2023 - HelpLaw