એકથી વધુ ગુના માટે ઇન્સાફી કાર્યવાહી
(૧) બધા મળીને એક જ બનાવ બને એ રીતે એક બીજા સાથે સંકળાયેલા શ્રેણીબધ્ધ કૃત્યોમાં એક જ વ્યકિતએ એકથી વધુ ગુના કર્યા હોય તો તેના ઉપર એવા દરેક ગુનાનુ । તહોમત મુકીને તેની સામે તેને માટે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે
(૨) જેના ઉપર કલમ ૨૧૨ ની પેટા કલમ (૨)માં અથવા કલમ ૨૧૯ની પેટા કલમ (૧)માં જોગવાઇ કર્યા । મુજબ ગુનાહિત વિશ્ર્વાસઘાત અથવા બદદાનતથી મિલકતના દુવિનિયોગના એક કે તેથી વધુ ગુના માટે તહોમત મુકવામાં આવ્યુ હોય તે વ્યક્તિ ઉપર તે ગુનો કે ગુના કરવામાં સરળતા કરવાના અથવા તેને છુપાવવાના હેતુ માટે ખોટા હિસાબ બનાવવાના એક કે તેથી વધુ ગુના કરવાનો આરોપ હોય ત્યારે તે વ્યકિત ઉપર એવા દરેક ગુનાનું નહોમત મુકી શકાતો એવા દરેક ગુનાની એક સાથે ઇન્સાફી કાર્યવાહી કરી શકાશે
(૩) કહેવાના કૃત્યોથી જે કાયદામાં ગુનાની વ્યાખ્યાઓ કરેલી હોય અથવા શિક્ષા ઠરાવી હોય તેવા તે સમયે અમલમાં હોય તે કાયદાની બે કે તેથી વધુ જુદી જુદી વ્યાખ્યામાં આવતો ગુનો બનતો હોય તો તે કૃત્યો માટેના આરોપી ઉપર એવા દરેક ગુનાનું નહોમત મુકીને તેની સામે તેને માટે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે
(૪) કેટલાક કૃત્યો પૈકીના એક કે તેથી વધુ કૃત્યો કરવાથી કોઇ ગુનો બનતો હોય અને તે બધા મળીને કોઇ જુદો ગુનો બનતો હોય તો તે કૃત્ય માટેના આરોપી ઉપર તે બધા કૃત્યો મળીને બનતો હોય તે ગુનાનુ અને તે પૈકીના કોઇ એક કે તેથી વધુ કૃત્યોથી બનતા ગુનાનુ કૃત્યોથી બનતા ગુનાનુ તહોમત મુકીને તેની સામે તેને માટે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી કાશે
(૫) આ કલમના કોઇ મજકુરથી ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૭૧ને બાધ આવશે નહીં.