કયો ગુનો થયો છે તે વિશે શંકા હોય ત્યારે
(૧) કોઇ એક જ કૃત્ય કે શ્રેણીબધ્ધ કૃત્યો એવા પ્રકારના હોય કે સાબિત કરી શકાય એવી હકીકતો ઉપરથી જુદા જુદા ગુના પૈકી કયો ગુનો બનશે તે વિશે શંકા હોય તો આરોપી ઉપર તે તમામ કે તેમાનો કોઇ ગુનો કર્યાનુ તહોમત મુકીને એવા ગમે તેટલા તહોમતોની ઇન્સાફી કાયૅવાહી એક સાથે કરી શકશે અથવા સદરહુ ગુના પૈકી કોઇ એક ગુનો કર્યં। હોવાનુ તેના ઉપર વિકલ્પે તહોમત મુકી શકશે
(૨) આ પ્રમાણે હોય ત્યારે આરોપી ઉપર એક ગુનાનુ તહોમત મુકયુ હોય અને પુરાવા ઉપરથી એમ જણાય કે પેટા કલમ (૧)ની જોગવાઇઓ હેઠળ તેના ઉપર તહોમત મુકી શકાય તેવો કોઇ જુદો ગુનો તેણે કર્યો છે તો તેણે જે ગુનો કર્યો હોવાનુ સાબિત કરવામાં આવ્યુ હોય તે માટે તે ગુનાનુ તહોમત તેની ઉપર મુકેલુ ન હોય તો પણ તેને દોષિત ઠરાવી શકાશે
Copyright©2023 - HelpLaw