તહોમતમાં જણાવેલ ગુનામાં સાબિત થયેલ ગુના સમાઇ જાય ત્યારે - કલમ:૨૨૨

તહોમતમાં જણાવેલ ગુનામાં સાબિત થયેલ ગુના સમાઇ જાય ત્યારે

(૧) કોઇ વ્યકિત ઉપર કેટલીક બાબતોથી બનતા કોઇ ગુનાનુ તહોમત મુકવામાં આવે અને તેમાંથી અમુક જ બાબતો ભેગી થઇને કોઇ પુરો નાનો ગુનો બનતો હોય અને તેવી બાબતો ભેગી થયાનુ સાબિત થાય પણ બાકીની બાબતે સાબિત ન થાય ત્યારે તે નાના ગુનાનુ તહોમત મુકેલુ ન હોય તો પણ તેને તે નાના ગુના માટે દોષિત ઠરાવી શકાશે

(૨) કોઇ વ્યકિત ઉપર કોઇ ગુનાનુ તહોમત મુકવામાં આવે અને તે ગુનાને નાનો બનાવે એવી હકીકત સાબિત થાય તો તેના ઉપર તે નાના ગુનાનુ તહોમત મુકેલુ ન હોય તો પણ તેને તે ગુના માટે દોષિત ઠરાવી શકાશે

(૩) કોઇ વ્યકિત ઉપર કોઇ ગુનાનુ તહોમત મુકવામાં આવે ત્યારે તે ગુનો કરવાની કોશિશ કરવાનું જુદું નહોમત મુકવામાં આવ્યું ન હોય તો પણ તેને તે ગુનાની કોશિશ કરવા માટે દોષિત ઠરાવી શકાશે

(૪) જયારે કોઇ નાના ગુનાના સબંધમાં કાર્યવાહીની શરૂઆત માટેની આવશ્યક શરતો સંતોષાયેલ ન હોય ત્યારે તેવા કોઇ પણ ગુના માટે કોઇને દોષિત ઠરાવવાનો આ કલમના કોઇ પણ મજકુરથી અધિકાર મળતો હોવાનુ ગણાશે નહિ