
કઇ વ્યકિતઓ ઉપર એક સાથે તહોમત મુકી શકાશે
નીચે જણાવેલ વ્યકિત ઉપર એક સાથે તહોમત મુકી ઇન્સાફી કાર્યવાહી કરી શકાશે
(ક) એક જ બનાવ દરમ્યાન કરેલા એક જ ગુનાના આરોપીઓ
(ખ) કોઇ ગુનાના આરોપીઓ અને તે ગુનાન દમ્પ્રેરણ કરનાર અથવા તે ગુનો કરવાની કોશિશ કરનાર વ્યકિતઓ
(ગ) બાર મહિનાના ગાળામાં સાથે મળીને કરેલા કલમ ૨૧૯ના અર્થમાં એક જ પ્રકારના એકથી વધુ ગુનાના આરોપીઓ
(ઘ) એક જ બનાવ દરમ્યાન કરેલા જુદા જુદા ગુનાના આરોપીઓ
(ચ) ચોરીનો બળજબરીથી કઢાવવાનો ઠગાઇનો અથવા ગુનાહિત વિનિયોગ કરવાનો જેમા સમાવેશ થતો હોય એવા ગુનાના આરોપીઓ અને તેમણે કરેલા એવા કોઇ ગુનાથી જેનો કબજો મેળવાયેલ હોવાનું કહેવાતુ હોય એવો માલ લેવાનો અથવા રાખવાનો અથવા તેનો નિકાલ કરવામાં કે તેને છુપાવવામાં મદદ કરવાનો અથવા તેમ કરવાનુ દુષ્યેરણ કરવાનો અથવા તેમ કરવાની કોશિશ કરવાનો જેમના ઉપર આરોપ હોય તે વ્યકિતઓ
(છ) જેનો કબજો એક જ ગુનાથી મેળવાયેલ હોય તેવા ચોરીના માલ અંગે ભારતના ફોજદારી અધિનિયમ ની કલમો ૪૧૧ અને ૪૧૪ હેઠળના અથવા તેમાંની કોઇ કલમ હેઠળના ગુનાઓના આરોપીઓ
(જ) બનાવટી સિકકા સબંધી ભારતના ફોજદારી અધિનિયમ ની પ્રકરણ ૧૨ હેઠળ કોઇ ગુનાના આરોપીઓ અને તે જ સિકકા સબંધી ઉપયુકત પ્રકરણ હેઠળનો બીજો કોઇ ગુનો કર્યો નો અથવા એવુ દોરણ કર્યું તેનો અથવા એની કોશિશ કર્યેનો જેમના ઉપર આરોપ હોય તે વ્યકિતઓ અને આ પ્રકરણના આગળના ભાગમાં આવેલ જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી આવા તમામ તહોમતોને લાગુ પડશે
પરંતુ ઘણા આરોપીઓ ઉપર જુદા જુદા તહોમત હોય અને તે આરોપીઓ આ કલમમાં નિર્દિષ્ટ કરેલા કોઇ વગૅમાં આવતા ન હોય ત્યારે તે આરોપીઓ લેખિત અરજી કરીને તેમ કરવા વિનંતી કરે અને (જો મેજિસ્ટ્રેટને અથવા સેશન્સ કોટૅને તે માટે એવી ખાતરી થાય) કે તેમ કરવાથી તે આરોપીઓને વિપરીત અસર થશે નહીં અને તેમ કરવુ ઇષ્ટ છે તો તે તમામ આરોપીઓની તે એક સાથે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે
Copyright©2023 - HelpLaw