એકથી વધુ તહોમતો પૈકી એક તહોમત અંગે ગુનો સાબિત થાય ત્યારે બાકીના તહોમતો પાછા ખેંચી લેવા બાબત - કલમ:૨૨૪

એકથી વધુ તહોમતો પૈકી એક તહોમત અંગે ગુનો સાબિત થાય ત્યારે બાકીના તહોમતો પાછા ખેંચી લેવા બાબત

જયારે એક જ આરોપી સામે એકથી વધુ સદરોવાળુ તહોમતનામું તૈયાર કર્યું હોય અને જયારે તે પૈકીના એક કે તેથી વધુ તહોમતો અંગેનો ગુનો સાબિત થાય ત્યારે ફરિયાદી કે ફરિયાદ પક્ષ તરીકે કામ કરનાર અધિકારી કોટૅની સંમતિ લઇને બાકીના તહોમત કે તહોમતો પાછા ખેચી શકશે અથવા કોટૅના એવા બાકીના તહોમત કે તહોમતોની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી પોતાની મેળે થંભાવી શકશે અને એ પ્રમાણે બાકીનુ તહોમત કે તહોમતોની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી પોતાની મેળે શ્રભાવી શકશે અને એ પ્રમાણે બાકીનું તહોમત કે તહોમતો પાછા ખેંચી લેવાય તો સદરહુ તહોમત કે તહોમતોમાંથી નિર્દેૌષ ઠરાવીને છોડી મુકવા બરાબર થશે પરંતુ ગુના સાબિતીનો હુકમ રદ કરવામાં આવે તો ગુના સાબિતી રદ કરનારી કોર્ટના હુકમને આધીન રહીને સદરહુ કોર્ટ એ પ્રમાણે પાછા ખેચી લેવાયેલા તહોમત કે તહોમતોની તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમા આગળ ચલાવી શકશે