આરોપીને છોડી મુકવા બાબત - કલમ:૨૨૭

આરોપીને છોડી મુકવા બાબત

કેસનુ રેકડૅ અને તેની સાથે રજુ કરેલા દસ્તાવેજોની વિચારણા કરીને અને આ સબંધમાં આરોપીની અને ફરિયાદ પક્ષની રજુઆત સાંભળ્યા પછી જજને એવુ જણાય કે આરોપી સામે કાયૅવાહી માટેનુ કોઇ પુરતુ કારણ નથી તો તેણે આરોપીને છોડી મુકવો જોઇશે અને તેમ કરવા માટેના પોતાના કારણો નોંધવા જોઇશે.