તહોમતનામું તૈયાર કરવા બાબત - કલમ:૨૨૮

તહોમતનામું તૈયાર કરવા બાબત

(૧) ઉપર જણાવ્યા પ્રમાણેની વિચારણા અને સુનાવણી કૐ । પછી જજનો અભિપ્રાય એવો થાય કે આરોપીએ એવો કોઇ ગુનો કર્યો હોવાનુ માની લેવા માટે કારણ છે કે તેની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ કોટૅ જ કરી શકે તેવુ નથી તો

(ક) તે આરોપી સામે તહોમતનામુ તૈયાર કરી શકશે અને હુકમ કરીને ઇન્સાફી કાયૅવાહી કરવા માટે તે કેસ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટને (અથવા અન્ય જયુડીસીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ અને આરોપી જો ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબે સમક્ષ હાજર થયેલો હશે તેની દોરવણી મુજબ અથવા તો કેસ મુજબ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસને યોગ્ય જણાય તો તેની તારીખે તેવા મેજીસ્ટ્રેટ) મોકલી શકશે અને તેમ થાય ત્યારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પોલીસ રિપોર્ટ ઉપરથી દાખલ કરવામાં આવેલ વોરં૭ કેસની ઇન્સાફી કાર્યવાહી માટેની કાર્યરીતિ અનુસાર ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરશે

(ખ) જેની ઇ-સાફી કાર્યવાહી પોતાની કોર્ટ જ કરી શકે તેમ છે તો તેણે આરોપી સામેનુ લેખિત તહોમતનામું તૈયાર કરવું જોઇશે

(ર) પેટા કલમ (૧)ના ખંડ (ખ) હેઠળ કોઇ નહીંમતનામુ જજ તૈયાર કરે ત્યારે તહોમતનામુ આરોપીને વાંચી સંભળાવીને સમજાવવુ જોઇશે અને તે તહોમતનામાવાળો ગુનો કબૂલ કરે છે કે ઇન્સાફી કાર્યવાહી કરવાની માગણી કરે છે તેવો પ્રશ્ન તેના પુછવો જોઇશે