ફરિયાદ પક્ષના પુરાવા માટેની તારીખ
આરોપી ગુનો કબૂલ ના કરે અથવા કંઇ ન કહે અથવા ઇન્સાફી કાયૅવાહી કરવાની માંગણી કરે અથવા કલમ ૨૨૯ હેઠળ તેને દોષિત ઠરાવવામાં ન આવે તો જજે સાક્ષીઓની જુબાની માટે તારીખ નકકી કરવી જોઇશે અને ફરિયાદ પક્ષની અરજી ઉપરથી કોઇ પણ સાક્ષીને હાજર રહેવાનુ અથવા કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજુ કરવાનુ ફરમાવવા માટે કોઇ પણ કામગીરી હુકમ તે કાઢી શકશે.
Copyright©2023 - HelpLaw