બચાવ શરૂ કરવા બાબત - કલમ:૨૩૩

બચાવ શરૂ કરવા બાબત

(૧) કલમ ૨૩૨ હેઠળ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં ન આવે તો તેને પોતાનો બચાવ રજુ કરવાનુ અને તે સમથૅનમાં પોતાની પાસે હોય તેવો કોઇ પણ પુરાવો રજુ કરવાનુ ફરમાવવુ જોઇશે

(૨) આરોપી કોઇ લેખિત કથન રજુ કરે તો જજે તે રેકડૅ સાથે સામેલ કરવુ જોઇશે

(૩) આરોપી કોઇ પણ સાક્ષીને હાજર રખાવવા અથવા કોઇ દસ્તાવેજ કે વસ્તુ રજુ કરવાનુ ફરમાવવા માટેના કોઇ કામગીરી હુકમો કાઢવા માટે અરજી કરે તો આવી અરજી ત્રાસ આપવો કે વિલંબ કરવા અથવા ન્યાયનો હેતુ નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવેલ હોવાના કારણે તે નામંજુર કરવી જોઇએ એવુ લેખિત કારણો જણાવીને પોતાને લાગે તે સિવાય જજે એવા કામગીરી હુકમો કાઢવા જોઇએ