અગાઉની ગુના સાબિતી - કલમ:૨૩૬

અગાઉની ગુના સાબિતી

કલમ ૨૧૧ની પેટા કલમ (૭)ની જોગવાઇઓ હેઠળ અગાઉની ગુના સાબિતી અંગે તહોમત મુકવામાં આવ્યુ હોય અને આરોપી તહોમતનામામા જણાવ્યા પ્રમાણે અગાઉ ગુનો સાબિત થયેલ હોવાનુ સ્વીકારે નહી ત્યારે જજ કલમ ૨૨૯ કે કલમ ૨૩૫ હેઠળ સદરહુ આરોપીને પોતે દોષિત ઠરાવ્યા પછી કહેવાતી અગાઉની ગુના સાબિતીના સબંધમાં પુરાવો લઇ શકશે અને તે અંગેના નિણૅયની નોંધ કરશે

પરંતુ કલમ ૨૨૯ કે કલમ ૨૩૫ હેઠળ આરોપીને દોષિત ઠરાવવામાં ન આવે ત્યાં સુધી એવુ કોઇતહોમત જજથી વાંચી સંભળાવી શકાય નહી કે આરોપીને તેનો જવાબ આપવા જણાવી શકાશે નહી કે ફરિયાદ પક્ષ તરફથી અગાઉની ગુના સાબિતીનો ઉલ્લેખ કરી શકાશે નહી અથવા તેણે રજુ કરેલ પુરાવામાં તે અંગે ઉલ્લેખ થઇ શકશે નહી.