
કલમ ૧૯૯(૨) હેઠળ શરૂ કરાયેલ કાર્યવાહીની કાયૅરીતિ
(૧) કલમ ૧૯૯ની પેટા કલમ (૨) હેઠળ ગુનાની ઇન્સાફી કાયૅવાહી શર કરનાર સેશન્સ કોર્ટ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ પોલીસ રીપોર્ટ ઉપરથી હોય તે સિવાયની રીત શરૂ થયેલ વોરંટ કેસોની ઇન્સાફી કાર્યવાહી માટેની કાર્યરીતિ અનુસાર કેસની ઇન્સાફી કાર્યવાહી કરવી જોઇશે
પરંતુ સેશન્સ કોટૅ કારણોની લેખિત નોંધ કરીને બીજી રીતે ફરમાવે નહી તો જેની વિરૂધ્ધ ગુનો થયો હોવાનું કહેવાતુ હોય તે વ્યકિતની ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે જુબાની લેવી જોઇશે
(૨) આ કલમ હેઠળની દરેક ઇન્સાફી કાયૅવાહી તેના કોઇ પક્ષકાર ઇચ્છે તો અથવા સેશન્સ કોટૅને એમ કરવુ યોગ્ય લાગે તો બંધ બારણે કરવી જોઇશે
(૩) જો આવા કેસમાં કોર્ટે તમામ કે કોઇ આરોપીને છોડી મુકે કે નિર્દોષ ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે તેમની કે તેમાના કોઇની સામેનો આરોપ મુકવા માટે વાજબી કારણ ન હતુ તો તે કોટૅ પોતાના છોડી મુકવાના કે નિર્દોષ ઠરાવવાના હુકમથી (રાષ્ટ્રપતિ – ઉપરાષ્ટ્રપતિ અથવા કોઇ રાજયના રાજયપાલ કે સંઘ પ્રદેશના વહીવટકૉ । સિવાયની) જે વ્યકિત વિરૂધ્ધ ગુનો થયાનું કહેવાતુ હોય તેને એવા આરોપીને અથવા એક કરતા વધારે આરોપીઓ હોય ત્યારે દરેકને અથવા તે પૈકી કોઇને પણ તેણે શા માટે વળતર ન આપવુ જોઇએ તેનુ કારણ દશૉવાવા આદેશ આપી શકશે
(૪) કોર્ટ એ રીતે આદેશ આપ્યો હોય તે વ્યકિત દર્શાવે તે કારણોની લેખિત નોંધ કરીને તે ધ્યાનમાં લેવુ જોઇશે અને તેને એમ ખાતરી થાય કે આરોપ મુકવા માટે કોઇ વાજબી કારણ ન હતુ તો કારણોની લેખિત નોંધ કરીને વધુમા વધુ એક હજાર રૂપિયા સુધીનુ પોતે નકકી કરે તેટલુ વળતર તે વ્યકિતએ આરોપીઓને અથવા દરેક આરોપીને કે તે કોઇને આપવુ એવો તે આદેશ આપી શકશે
(૫) પેટા કલમ (૧) હેઠળ અપાયેલુ વળતર મેજિસ્ટ્રેટ કરેલા દંડની માફક વસુલ કરી શકાશે
(૬) પેટા કલમ (૪) મુજબ વળતર આપવાનો જેને આદેશ આપ્યો હોય તે વ્યકિત તે હુકમના કારણે આ કલમ હેઠળ કરેલી ફરિયાદ અંગે દીવાની કે ફોજદારી જવાબદારીમાંથી મુકત થશે નહી
પરંતુ આ કલમ હેઠળ આરોપીને અપાયેલી રકમ તે જ બાબત સબંધી ત્યારે પછીના કોઇ દીવાની દાવામાં તે વ્યકિતે વળતર આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે
(૭) જેને પેટા કલમ (૪) હેઠળ વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત તે હુકમ વળતરની રકમ આપવા સબંધી હોય તેટલા પુરતી તેના ઉપર હાઇકોટૅને અપીલ કરી શકશે
(૮) આરોપીને વળતરની રકમ આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે અપીલ કરવા માટેની મુદત પુરી થાય પહેલા અથવા પીલ થઇ હોય તો તેનો નિણૅય થતા પહેલા તેને વળતર ચુકવવામાં આવશે નહી.
Copyright©2023 - HelpLaw