કલમ ૨૦૭નુ પાલન કરવા બાબત - કલમ:૨૩૮

કલમ ૨૦૭નુ પાલન કરવા બાબત
જયારે પોલીસ રીપોટૅ ઉપરથી શરૂ કરવામાં આવેલા કોઇ વોરંટ કેસમાં આરોપી ઇન્સાફી કાયૅવાહીની શરૂઆતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય અથવા તેની સમક્ષ તેને લાવવામાં આવે ત્યારે પોતે કલમ ૨૦૭ની જોગવાઇઓનુ પાલન કર્યું હોવા બાબત મેજિસ્ટ્રેટે ખાતરી કરી લેવી જોઇશે