બચાવ માટે પુરાવો - કલમ:૨૪૩

બચાવ માટે પુરાવો

(૧) ત્યારપછી આરોપીને પોતાનો બચાવ શરૂ કરવા અને પોતાનો પુરાવો રજુ કરવાનુ ફરમાવવુ જોઇશે અને આરોપી કોઇ લેખિત કથન રજુ કરે તો મેજિસ્ટ્રેટે તેને રેકડૅ સાથે સામેલ કરવુ જોઇશે

(૨) પોતાનો બચાવ શરૂ કયૅ । પછી આરોપી કોઇ સાક્ષીને જુબાની માટે કે ઊલટ તપાસ માટે તેને હાજર રહેવાની ફરજ પાડવાનો અથવા કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજુ કરવા માટે ફરજ પાડવાનો કામગીરી હુકમ કાઢવાની મેજિસ્ટ્રેટને અરજી કરે તો એવી અરજી ત્રાસ આપવ કે વિલંબ કરવા કે ન્યાયનો હેતુ નિષ્ફળ કરવા માટે કરવામાં આવેલ હોવાના કારણે નામંજુર કરવી જોઇએ અને એવા લેખિત કારણો જણાવવા જોઇએ એમ પોતાને લાગે તે સિવાય તેણે એવો કામગીરી હુકમ કાઢવો જોઇશે

પરંતુ પોતાનો બચાવ શરૂ કરતા પહેલા આરોપીએ કોઇ સાક્ષીની ઊલટ તપાસ કરી હોય અથવા તેની ઊલટ તપાસ કરવાની તેને અગાઉ તક મળી હોય ત્યારે તે સાક્ષીની ન્યાયના હેતુ માટે જરૂરી છે એવી મેજિસ્ટ્રેટને ખાતરી થાય તે સિવાય આ કલમ હેઠળ તેને હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવશે નહી.

(૩) પેટા કલમ (૨) હેઠળની અરજી ઉપરથી કોઇ સાક્ષીને હાજર થવા માટે બોલાવતા પહેલા તેને ઇન્સાફી કાયૅવાહીના હેતુ માટે હાજર થવામાં થતા વાજબી ખર્ચેની રકમ કોટૅમાં અનામત મુકવા મેજિસ્ટ્રેટ ફરમાવી શકશે