
આરોપીને કયારે છોડી મુકવો જોઇશે
(૧) કલમ ૨૪૪માં ઉલ્લેખાયેલો તમામ પુરાવો લીધા પછી મેજિસ્ટ્રેટને લેખિત કારણોસર એમ લાગે કે આરોપીની વિરૂધ્ધ એવો કોઇ કેસ સ્થાપિત થતો નથી કે જેનુ ખંડન ન થાય તો તેના ઉપરથી દોષિત ઠરાવી શકાય ત્યારે મેજિસ્ટ્રેટે આરોપીને છોડી મુકવો જોઇશે
(૨) મેજિસ્ટ્રેટ એમ માને કે તહોમત વજુદ વગરનુ છે તો પોતે લેખિત નોંધ કરેલા કારણોસર કેસના કોઇ પણ અગાઉના તબકકે આરોપીને છોડી મુકવામાં મેજિસ્ટ્રેટને કલમના કોઇ મજકુરથી બાધ આવતો હોવાનુ ગણાશે નહી
Copyright©2023 - HelpLaw