આરોપીને છોડી મુકવામાં ના આવે ત્યારે કાયૅરીતિ - કલમ:૨૪૬

આરોપીને છોડી મુકવામાં ના આવે ત્યારે કાયૅરીતિ

(૧) એવો પુરાવો લીધા પછી અથવા કેંસના અગાઉના કોઇ પણ તબકકે મેજિસ્ટ્રેટનો અભિપ્રાય આવો થાય કે પોતાને જેની ઇન્સાફી કાર્યવાહીની સતા છે અને જેને માટે પોતે પુરતી શિક્ષા કરી શકે તેમ છે એવો આ પ્રકરણ હેઠળ ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તે ગુનો આરોપીએ કર્યો હોવાનુ માનવાને કારણ છે તો મેજિસ્ટ્રેટે આરોપી સામે લેખિત તહોમતનામું તૈયાર કરવુ જોઇશે

(૨) પછી તહોમતનામુ આરોપીને વાંચી સાંભળાવીને સમજાવવું જોઇએ અને તે તહોમતનામાવાળો ગુનો કબુલ કરે છે કે તેને કોઇ બચાવ રજુ કરવો છે તેવો પ્રશ્ન તેને પુછવો જોઇશે.

(૩) આરોપી તહોમતવાળો ગુનો કબુલ કરે તો મેજિસ્ટ્રેટે તેના જવાબની લેખિત નોંધ કરવી જોઇશે અને તે ઉપરથી તે તેને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે

(૪) આરોપી જવાબ આપવાની ના પાડે અથવા જવાબ ન આપે અથવા ઇન્સાફી કાયૅવાહી કરવાની માગણી કરે અથવા પેટા કલમ (૩) હેઠળ તેને દોષિત ઠરાવવામાં ન આવે તો ફરિયાદ પક્ષના જે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હોય તેમાની કોઇની આરોપીને ઊલટ તપાસ કરવી છે કે કેમ અને કરવી હોય તો કોની તે કેસની ત્યાર પછીની સુનાવણીની શરૂઆતમાં અથવા પોતાને યોગ્ય લાગે તો કારણોની લેખિત નોંધ કરીને તરત જણાવવા તેને ફરમાવવું' જોઇશે

(૫) આરોપી એમ કરવા ઇચ્છતો હોય તો તે જણાવે તે સાક્ષીઓને ફરી બોલાવવા જોઇશે અને તેમની ઊલટ તપાસ કે ફેરતપાસ (કીય તો તે) થઇ ગયા પછી તેમને રજા આપવી જોઇશે. તેમની

(૬) ત્યાર પછી ફરિયાદ પક્ષના બાકીના સાક્ષીઓની જુબાની લેવી જોઇશે અને ઊલટ તપાસ કે ફેર તપાસ (હોય તો તે) થઇ ગયા પછી તેમને પણ સજા આપવી જોઇશે