નિર્દોષ ઠરાવી છોડી મુકવા અથવા દોષિત ઠરાવવા બાબત - કલમ:૨૪૮

નિર્દોષ ઠરાવી છોડી મુકવા અથવા દોષિત ઠરાવવા બાબત

(૧) જેમા તહોમતનામું તૈયાર કરવામાં આવ્યુ હોય તેવા આ પ્રકરણ હેઠળના કોઇ કેસમાં મેજિસ્ટ્રેટને આરોપી દોષિત ન જણાય તો તેણે તેને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવો જોઇશે.

(૨) જયારે આ પ્રકરણના કોઇ કેસમાં મેજિસ્ટ્રેટને આરોપી દોષિત જણાય પરંતુ કલમ ૩૨૫ કે કલમ ૩૬૦ની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી ન કરે ત્યારે સજાના પ્રશ્ન અંગે આરોપીને સાંભળ્યા પછી તેણે તેને કાયદા મુજબ સજા કરવી જોઇશે

(૩) જયારે આ પ્રકરણ હેઠળના કોઇ કેસમાં કલમ ૨૧૧ની પેટા કલમ (૭)ની જોગવાઇઓ હેઠળ અગાઉની ગુના સાબિતીનુ તહોમત મુકવામાં આવ્યું હોય તહોમતનામામાં આશોધ કર્યા પ્રમાણે પોતે અગાઉ દોષિત હતીં હતો એમ આરોપી કબૂલ ન કરે તો સદરહુ આરોપીને દોષિત ઠરાવ્યા પછી મેજિસ્ટ્રેટ કહેવાની અગાઉની ગુના

સાબીતીના સબંધમાં પુરાવો લઇ શકશે અને તે અંગેના નિર્ણયની નોંધ કરશે પરંતુ પેટા કલમ (૨) હેઠળની આરોપીને દોષિત ઠરાવવામાં ન આવે ત્યાં સુધી તેવુ કોઇ તહોમત મેજિસ્ટ્રેટથી વાંચી સાંભળી શકાશે નહી કે આરોપીને તેનો જવાબ આપવા જણાવી શકાશે નહીં અથવા ફરીયાદ પક્ષ તરફથી અગાઉથી ગુના સાબિતીનો ઉલ્લેખ કરી શકાશે નહીં અથવા તેણે રજુ કરેલા પુરાવામાં તે ઉલ્લેખ થઇ શકશે નહીં.