ફરિયાદીની ગેરહાજરી - કલમ:૨૪૯

ફરિયાદીની ગેરહાજરી

ફરિયાદ ઉપરથી કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય અને કેસની સુનાવણી માટે નકકી કરેલા દિવસે ફરિયાદી ગેરહાજર હોય અને ગુનો કાયદેસર રીતે માંડવાળ થઇ શકે તેવો હોય અથવા તે પોલીસ અધિકારનો ન હોય તો આ અધિનિયમમાં આ પહેલા ગમે તે મજકુર હોય તે છતા તહોમતનામું તૈયાર કરવામાં આવે તે પહેલા ગમે ત્યારે મેજિસ્ટ્રેટ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર આરોપીને છોડી મુકી શકશે