
વાજબી કારણ સિવાયના આરોપ માટે વળતર
(૧) ફરિયાદ ઉપરથી અથવા પોલીસ અધિકારી કે મેજિસ્ટ્રેટને આપેલી ખબર ઉપરથી માંડવામાં આવેલા કોઇ કેસમાં એક કે તેથી વધુ વ્યકિતઓ ઉપર મેજિસ્ટ્રેટથી ઇન્સાફી કાયૅવાહી થઇ શકે એવા કોઇ ગુનાનો આરોપી મુકવામાં આવ્યો હોય અને કેસ સાંભળનાર મેજિસ્ટ્રેટ તમામ કે કોઇ આરોપીને છોડી મુકે અથવા નિર્દોષ ઠરાવી છોડી મુકે અને તેનો અભિપ્રાય એવો થાય કે તેઓની કે તેમનામાંના કોઇકની સામે આરોપી મુકવા માટે વાજબી કારણ ન હતુ ત્યારે જેની ફરિયાદ કે ખબર ઉપરથી આરોપ મુકવામાં આવ્યો હોય તે વ્યકિત હાજર હોય તો તેને એવા આરોપીને અથવા એકથી વધુ આરોપી હોય ત્યારે તેમાના દરેક કે કોઇ આરોપીને તેણે શા માટે વળતર ન આપવુ જોઇએ તેનુ કારણ તરત જ જણાવવા મેજિસ્ટ્રેટ છોડી મુકવાના કે નિર્દોષ ઠારાવી છોડી મુકવાના પોતાના હુકમથી ફરમાવી શકશે અથવા જો તે વ્યકિત હાજર ન હોય તો તેના ઉપર હાજર થવા અને ઉપર જણાવ્યા મુજબ કારણ દર્શે ાવવા માટે સમન્સ કાઢવાનો તે આદેશ આપી શકશે
(૨) એવો ફરિયાદી કે ખબર આપનાર દશૅ ।વે તે કારણની લેખિત નોંધ કરી મેજિસ્ટ્રેટે તેને વિચારણામાં લેવુ : જોઇશે અને પોતાને એમ ખાતરી થાય કે આરોપ મુકવા માટે કોઇ વાજબી કારણ ન હતુ તો કારણોની લેખિત નોંધ કરીને જેટલી રકમના દંડની સજા કરવાની પોતાને સતા હોય તે કરતા વધુ નહી તેવી પોતે ઠરાવે તેટલી રકમનુ વળતર આરોપીને અથવા તેમાના દરેક કે કોઇ આરોપીને આપવાનો ફરિયાદીને કે ખબર આપનારે મેાજિસ્ટ્રેટ હુકમ કરી શકશે
(૩) પેટા કલમ (૨) હેઠળ વળતર આપવા ફરમાવતો હુકમ કરતી વેળા મેજિસ્ટ્રેટ વધુમાં ઓ હુકમ કરી શકશે કે વળતરની રકમ આપવામાં કસુર થશે તો તે આપવાનો જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતએ વધુમાં વધુ ત્રીસ દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે
(૪) કોઇ વ્યકિતને પેટા કલમ (૩) હેઠળ કેદમાં રાખવામાં આવે ત્યારે ભારતના ફોજદારી અધિનિયમની કલમો ૬૮ એન ૬૯ની જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી લાગુ પડશે
(૫) આ કલમ હેઠળ જેને વળતર આપતો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને તેણે કરેલી ફરિયાદ કે આપેલી ખબર અંગેની દીવાની કે ફોજદારી જવાબદારીમાંથી એ હુકમના કારણે મુકિત મળશે નહી પરંતુ આ કલમ હેઠળ આરોપીને અપાયેલી રકમ એ જ બાબત અંગેના ત્યાર પછીના દીવાની દાવામાં તેના વળતર અપાવતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે
(૬) બીજા વર્ગના મેજિસ્ટ્રેટ પેટા કલમ (૨) હેઠળ જેને સો રૂપિયા કરતા વધુ વળતર આપવાનો એ રીતે હુકમ કર્યો હોય તેવો ફરિયાદી કે ખબર આપનાર તે મેજિસ્ટ્રેટે કરેલી ઇન્સાફી કાર્યવાહીમાં પોતાને દોષિત ઠરાવ્યો હોય તેમ તે હુકમ સામે અપીલ કરી શકશે (૭) જેમા આરોપીને વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે કેસમાં પેટા કલમ (૬) હેઠળ અપીલ થઇ શકતી હોય ત્યારે અપીલ કરવા માટેની મુદત પુરી થયા પહેલા અથવા અપીલ કરવામાં આવી હોય તો તેને નિણૅય થયા પહેલા તેને વળતર ચુકવવામાં આવશે નહી અને એ રીતે અપીલ થઇ શકતી ન હોય તેવા કેસમાં એવો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે તે હુકમની તારીખથી એ મહિનો પુરો થયા પહેલા વળતર ચુકવવામાં આવશે નહી
(૮) આ કલમની જોગવાઇઓ સમન્સ કેસો તેમજ વોરંટ કેસોને લાગુ પડે છે
Copyright©2023 - HelpLaw