દોષિત ઠરાવવામાં ન આવે ત્યારે કાર્યરીતિ - કલમ:૨૫૪

દોષિત ઠરાવવામાં ન આવે ત્યારે કાર્યરીતિ

(૧) મેજિસ્ટ્રેટ કલમ ૨૫૨ કે કલમ ૨૫૩ હેઠળ આરોપી દોષિત ન ઠરાવે તો મેજિસ્ટ્રેટે ફરિયાદ પક્ષને સાંભળવા જોઇશે અને ફરિયાદ પક્ષના કેસના સમથૅનમાં રજુ કરવામાં આવે તે તમામ પુરાવા લેવા જોઇશે અને આરોપીને પણ સાંભળવો જોઇશે અને તેના બચાવમાં તે રજુ કરે તે તમામ પુરાવા લેવા જોઇશે

(૨) મેજિસ્ટ્રેટ ફ્રરિયાદ પક્ષ કે આરોપી-ની અરજી ઉપરથી પોતાને યોગ્ય લાગે તો કોઇ સાક્ષી ઉપર તેને હાજર થવા અથવા કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજુ કરવા ફરમાવતો સમન્સ કાઢી શકશે

(૩) એવી અરજી ઉપરથી કોઇ સાક્ષીને સાસથી બોલાવતા પહેલા મેજિસ્ટ્રેટ ઈ-સાફી કાયૅવાહી માટે હાજર થવામાં સાક્ષીને થતા વ્યાજબી ખર્ચની રકમ કોટૅમાં અનામત મુકવા ફરમાવી શકશે.