
નિર્દોષ કે દોષિત ઠરાવવા બાબત
(૧) કલમ ૨૫૪માં ઉલ્લેખાયેલો પુરાવો અને પોતે પોતાની મેળે કોઇ વધુ પુરાવો રજુ કરાવે તો તે લીધા પછી પોતાને લાગે કે આરોપી દોષિત નથી તો મેજિસ્ટ્રેટ તેને નિદોષ કરાવી છોડી મુકવાનો હુકમ કરવો જોઇશે
(૨) મેજિસ્ટ્રેટને લાગે કે આરોપી દોષિત છે અને ક્લમ ૩૨૫ કે કલમ ૩૬૦ની જોગવાઇઓ અનુસાર પોતે કાયૅવાહી ન કરે ત્યારે તેણે કાયદા અનુસાર સજા કરવી જોઇશે
(૩) મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે તેમ કરવાથી આરોપીને અન્યાય થશે નહી તો ફરિયાદ કે સમસ ગમે તે સ્વરૂપનો હોય તો પણ આરોપીએ આ પ્રકરણ હેઠળ ઇન્સાફી કાર્યવાહી થઇ શકે તેવો જે કોઇ ગુનો કરેલો હોવાનું કબુલ કરેલી કે સાબિત થયેલી હકીકત ઉપરથી જણાય તે માટે કલમ ૨૫૨ કે કલમ ૨૫૫ હેઠળ મેજિસ્ટ્રેટ તેને દોષિત કરાવી શકશે
Copyright©2023 - HelpLaw