
ફરિયાદ પાછી ખેંચી લેવા બાબત
આ પ્રકરાણ હેઠળના કોઇ કેસમાં છેવટનો હુકમ થયા પહેલા કોઇ સમયે ફરિયાદી મેજિસ્ટ્રેટને એવી ખાતરી કરાવી આપે કે આરોપી સામેની અથવા જો એક કરતા વધુ આરોપી હોય તો તે તમામ કે તેમાના કોઇ આરોપી સામેની પોતાની ફરિયાદ પાછી ખેચી લેવા તેને પરવાનગી આપવા માટે પુરતા કારણો છે તો મેજિસ્ટ્રેટ તે પાછી ખેંચી લેવાની પરવાનગી તેને આપી શકશે અને તેમ કરવામાં આવે ત્યારે જેની સામે એવી રીતે ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હોય તે આરોપીને તે નિર્દોષ ઠરાવી છોડી મુકશે
Copyright©2023 - HelpLaw