સમન્સ કેસોને વોરંટ કેસોમાં ફેરવવાની કોટૅની સતા
છ મહિનાથી વધુ મુદતની કેદીની શિક્ષાપાત્ર ગુનાને લગતા સમન્સ કેસની થઇ રહેલ ઇન્સાફી કાર્યવાહી દરમિયાન મેજિસ્ટ્રેટને એવુ જણાય કે ન્યાયની દ્રષ્ટિએ ગુનાની ઇન્સાફી કાયૅવાહી વોરંટ કેસના ઇન્સાફી કાયૅવાહી માટેની કાયૅરીતિ અનુસાર કરવી જોઇએ તો એવા મેજિસ્ટ્રેટ વોરંટ કેસની ઇન્સાફી કાયૅવાહી માટે આ અધિનિયમમાં જોગવાઇ કરેલી રીતે કેસની સુનાવણી કરી શકશે અને જેની તપાસ થઇ ગયેલ હોય તે સાક્ષીને ફરી બોલાવી શકશે
Copyright©2023 - HelpLaw