સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા - કલમ:૨૬૦

સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા

(૧) આ અધિનિયમમાં ગમે તે મજકુર હોય છતા

(અ) કોઇ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ

(બ) કોઇ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ

(ક) હાઇકોટૅ આ માટે ખાસ સતા આપી હોય તેવા કોઇ પહેલા વગૅના મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો

નીચેના તમામ કે ગુનાની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરી શકશે

(૧) મોતની જન્મટીપની કે બે વષૅથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ન હોય તેવા ગુનાઓની

\(૨) ચોરીના માલની કિંમત (બે હજાર રૂપિયા) થી વધારે ન હોય ત્યારે ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૩૭૯ કલમ ૩૮૦ કે કલમ ૨૮૧ હેઠળ ચોરીની

(૩) ચોરીના માલની કિંમત (બે હજાર રૂપિયા) થી વધુ ન હોય ત્યારે ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૪૧૧ હેઠળ તે માલ લેવો કે રાખવાની

(૪) ચોરીના માલની કિંમત (બે હજાર રૂપિયા) થી વધુ ન હોય ત્યારે ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૪૧૪ હેઠળ તે માલ છુપાવવામાં કે તેનો નિકાલ કરવામાં મદદ કરવાની

(૫) ભારતના ફોજદારી અધિનિયમની કલમો ૪૫૪ અને ૪૫૬ હેઠળના ગુનાની

(૬) ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૫૦૪ હેઠળ સુલેહનો ભંગ કરવા માટે અને ઉશ્કેરાટના ઇરાદાથી અપમાન અને કલમ ૫૦૬ હેઠળ ગુનાહિત ધમકી આપવામાં આવે તો (બે વષૅ સુધીની કેદની સજા અથવા તો દંડ અથવા તો બંને ની જોગવાઇ કરવામાં આવી છે)

(૭) ઉપર જણાવેલા ગુનાઓ પૈકીનું કોઇ દુષ્પ્રરણ

(૮) ઉપર જણાવેલા ગુનાઓ પૈકી કોઇ ગુનાની કોશિશ ગુનો હોય ત્યારે એવી કોશિશ (૯) ઢોર અપ પ્રવેશ અધિનિયમ ૧૮૭૧ ની કલમ ૨૦ હેઠળ જેના સબંધમાં ફરિયાદ થઇ શકે તે કૃત્યથી થતો કોઇ ગુનાની

(૨) કોઇ સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન મેજિસ્ટ્રેટને એમ જણાય કે તે કેસ એવા પ્રકારનો છે કે તેની સંક્ષિપ્ત રીતે કાયૅવાહી કરવી અનિચ્છનીય છે ત્યારે મેજિસ્ટ્રેટે જેમની જુબાની થઇ ગયેલ હોય તે સાક્ષિઓને પાછા બોલાવીને આ અધિનિયમથી જોગવાઇ કરેલી રીતે તે કેસની ફરીથી સુનાવણી કરવી જોઇશે