સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહીમાં રાખવાની નોંધ
સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી થતી હોય તે દરેક કેસમાં મેજિસ્ટ્રેટે રાજય સરકાર ઠરાવે
તે નમુનામાં નીચેની વિગતો નોંધવી જોઇશે
(ક) કેસનો અનુક્રમ નંબર (ખ) ગુનો થયાની તારીખ
(ગ) રીપોટૅ કે ફરિયાદની તારીખ
(ઘ) ફરિયાદી હોય તો તેનુ નામ
(ચ) આરોપીનુ નામ તેના પિતા કે માતાનુ નામ અને તેનુ રહેઠાણ (છ) આરોપીનો ગુનો અને સાબિત થયેલ હોય તે ગુનો અને કલમ ૨૬૦ની પેટા કલમ (૧)નો ખંડ (૨) ખંડ (૩) કે ખંડ (૪) લાગુ પડતો હોય ત્યારે જેના તે માલની કિંમત
(જ) આરોપીનો જવાબ અને તેની થયેલ હોય તે જુબાની
(ઝ) નિણૅય
(ટ) સજા કે બીજા આખરી હુકમ (ઠ) કાયૅવાહી પુરી થયાની તારીખ
Copyright©2023 - HelpLaw