
પ્રકારણ લાગુ થવા વિશે
(૧) આ પ્રકરણ એવા આરોપીને લાગુ પડશે કે જેની સામે (એ) પોલીસ સ્ટેશન ઇ-ચાર્જ આફિસર એવા આરોપવાળો રિપોર્ટ મોકલ્યો છે કે જે ગુના માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદ અથવા સાત વષૅથી વધુ વષૅની કેદની સજાની તાત્કાલિન પ્રવતૅમાન કાયદા હેઠળ જોગવાઇ કરવામાં આવી છે તે સિવાયનો ગુનો એણે કય । હોય એમ લાગે છે અથવા
(બી) ફરિયાદ થવાને કારણે જે માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદ અથવા સાત વષૅથી વધુ વષૅની કેદની સજાની જોગવાઇ તત્કાલિન પ્રવતૅમાન કાયદા હેઠળ કરવામાં આવી છે તે સિવાયના ગુનાને મેજિસ્ટ્રેટ ધ્યાનમાં લીધો છે અને કલમ ૨૦૦ હેઠળ ફરિયાદીને તથા સાક્ષીઓને તપાસ્યા બાદ કલમ ૨૦૪ હેઠળની આદેશિકા (પ્રોસેસ) કાઢી છે
પરંતુ જયા આવો અપરાધ દેશની સામાજિક આર્થિક પરિસ્થિતિને અસર કરતો હોય અથવા એ કોઇ મહિલા સામે કરવામાં આવ્યો હોય અથવા ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકની સામે કરવામાં આવ્યો હોય ત્યાં લાગુ પડશે નહિ (૨) પેટા કલમ (૧) ના હેતુ માટે કેન્દ્ર સરકાર જાહેરનામુ બહાર પાડીને તત્કાલિન પ્રવતૅમાન કાયદા હેઠળ આવા અપરાધો નકકી કરશે જે દેશની સામાજિક આર્થિક પરિસ્થિતિને અસર કરતા હોય
Copyright©2023 - HelpLaw