પ્લી બાગૅઇનિંગ માટે અરજી - કલમ:૨૬૫(બી)

પ્લી બાગૅઇનિંગ માટે અરજી

(૧) જેની સામે અપરાધ કયૅાનો આરોપ છે તેવી વ્યકિત જે કોટૅમાં તેના કેસની સમીક્ષા ચાલુ હોય (નિકાલ બાકી હોય) તેમા પ્લી બાર્ગેઇનિંગ માટે અરજી કરી શકશે

(૨) ઉપર પેટા કલમ (૧) હેઠળની અરજીમાં જેના વિષે આવેદન આપ્યુ છે તે કેસનું ટ્રેકમાં વર્ણન હશે જેમાં કયા ગુના સબંધે તે કેસ છે તે સમાવિષ્ટ હશે અને તેની સાથે આરોપીએ સોંગદ પર કરેલુ સોગંદનામુ સામેલ હશે જેમા એણે એમ જણાવ્યુ હશે કે ગુના માટેની સજાની કાયદાથી જોગવાઇ કરવામાં આવી છે તેનુ સ્વરૂપ અને અવધિ સમજી લીધા પછી તેણે સ્વેચ્છાથી આ કેસમાં પ્લી બાગૅઇનિંગ માટે અરજી કરી છે અને અગાઉ કોઇ અદાલતમાં તેના પર આજ ગુનાનો આક્ષેપ હોય અને તેના કેસની સમીક્ષા કરી તેને ગુનેગાર ઠરાવો હોય તેવું છે નહિ.

(૩) પેટા કલમ (૧) હેઠળ આવેદન મળ્યા પછી અદાલત પબ્લિક પ્રોસિકયુટર અથવા તો કેસના ફરિયાદીને જેમ કિસ્સા હોય તેમ નોટીશ કાઢશે અને એ કેસની નકકી કરેલી તારીખે હાજર થવા માટે આરોપીને નોટીશ કાઢશે

(૪) જયારે પબ્લિક પ્રોસિક્યુટર અથવા કેસનો ફરિયાદી જેમ કિસ્સો હોય તેમ અને આરોપી પેટા કલમ (૩) હેઠળ નકકી કરવામાં આવેલી તારીખે હાજર થાય ત્યારે અદાલત આરોપીને બંધ બારણે તપાસશે જયાં એ કેસનો બીજો પક્ષકાર ત્યાં હાજર નહી હોય અને અદાલતે એની ખાતરી કરશે કે આરોપીએ અરજી સ્વેચ્છાએ કરી છે અને જયાં

(એ) અદાલતને એમ સંતોષ થાય કે આરોપીએ અરજી સ્વેચ્છાએ કરી છે ત્યાં તે પબ્લિક પ્રોસિક્યુટરને અથવા કૈસના ફરિયાદીને જમે હોય તેમ સમય આપશે જેથી આરોપી અને ફરિયાદી કેસનો સંતોષજનક નિકાલ કરાય તેની પરસ્પર ગોઠવણી કરશે જેમા ભોગ બનનાર વ્યકિતને આરોપીએ વળતર અને કેસ દરમ્યાન થયેલો બીજો ખચૅ આપવાનો રહેશે અને પછી કેસની વધુ સુનાવણી માટે તારીખ નકકી કરવામાં આવશે

(બી) અદાલતને એમ માલુમ પડે કે આરોપીથી અરજી સ્વેચ્છાએ કરવામાં આવી નથી અને અગાઉ એના પર આજ અપરાધ માટે આરોપ મુકવામાં આવ્યો હતો અને અગાઉ તેને અદાલતે ગુનેગાર ઠરાવ્યો હતો ત્યાં પેટા કલમ (૧) હેઠળની અરજી કરવાના તબકકાથી આ કોડની જોગવાઇઓ અનુસાર અદાલત આગળ વધશે