
પરસ્પર સંતોષજનક રીતે નિકાલ કે ગોઠવણી માટે માર્ગદર્શન
કલમ ૨૬૫-બી ની કલમ ૪ની પેટા કલમ (૪) ના ખંડ (એ) હેઠળ પરસ્પર સંતોષ જનક વ્યવસ્થા ગોઠવવા માટે અદાલત નીચેની કાયૅરીતિનુ અનુસરણ કરશે જેવી કે (એ) પોલીસ અહેવાલને આધારે દાખલ કરાયેલા કેસમાં અદાલત પબ્લિક
પ્રોસિકપુટરને જેણે આવા કેસમાં અન્યપણે કર્યું છે તે પોલીસ ઓફિસરને આરોપીને ને કેસનો ભોગ બનનાર વ્યકિતને નોટી કાઢીને કેસની સંતોષજનક વ્યવસ્થા કરવા માટેની મીટીંગમાં ભાગ લેવા માટે જણાવશે
એમ જોગવાઇ કરવામાં આવી છે કે કેસની સંતોષજનક ગોઠવણીની કાર્યરીતિ દરમ્યાન
કોર્ટની એ ફરજ રહેશે કે એ આખી કાર્યપ્રક્રીયા મીટીંગમાં ભાગ લેનાર પક્ષકારોથી
સ્વેચ્છાએ પુરી કરવામાં આવે તે જોવું વધુમાં એમ ઠરાવ્યુ છે કે આરોપી જો તેણે કોઇ વકીલ કર્યો હોય અને તેની ઇચ્છા હોય છે
તો તેના વકીલ સાથે આવી મીટીંગમાં ભાગ લઇ શકશે (બી) પોલીસ રીપોટૅને આધારે દાખલ કરાયેલા સિવાયના કેસમાં અદાલત આરોપીને અને કેસનો ભોગ બનનારને મીટીંગમાં ભાગ લઇને કેસની સંતોષજનક ગોઠવણી કરવા માટે નોટીશા કાઢશો
પરંતુ એમ ઠરાવ્યુ છે કે અદાલતની એ ફરજ બની રહેશે કે કેસની સંતોષજનક ગોઠવણીની પ્રક્રિયા દરમ્યાન એ મીટીંગમાં ભાગ લેના પક્ષકારો સ્વેચ્છાએ એ કાયૅ પાર પાડે
વધુમાં એમ ઠરાવવામાં આવ્યુ છે કે જો કેસનો ભોગ બનનાર અથવા આરોપી જેમ હોય તેમ જો ઇચ્છે તો આવી મીટીંગમાં એ એના રોકેલા વકીલ સાથે હાજર રહી ભાગ લઇ શાકો
Copyright©2023 - HelpLaw