પરસ્પર સંતોષજનક ગોઠવણીનો અહેવાલ અદાલતને આપવો
કલમ ૨૬૫-સી હેઠળની મીટીંગમાં કેસની સંતોષપુવૅકની ગોઠવણી નકકી કરી લેવામાં આવી હોય ત્યાં અદાલત એ વિષેનો અહેવાલ તૈયાર કરશે જેમા કોટૅના પ્રમુખ જજ સહી કરશે આ ઉપરાંત જે બીજાઓએ મીટીંગમાં ભાગ લીધો છે તે પણ તેમા સહી કરશે અને જો આવી કોઇ ગોઠવણ કરાઇ નહિ હોય તો જયારથી કલમ ૨૬૫-બી ની પેટા કલમ (૧) હેઠળની અરજી આ કેસમાં ફાઇલ કરવામાં આવી છે તે તબકકાથી અદાલત આ વિષે એના મંતવ્યોની નોંધ કરશે અને આ કોડની જોગવાઇઓ મુજબ આગળ વધશે
Copyright©2023 - HelpLaw