
કેસનો નિકાલ
જયાં કલમ ૨૬૫-ડી પ્રમાણે કેસની સંતોષજનક ગોઠવણ નકકી કરવામાં આવી હોય ત્યાં અદાલત કેસનો નિકાલ નીચે જણાવેલી રીતે કરશે જેમ કે
(એ) કલમ ૨૬૫-ડી પ્રમાણે ગોઠવણ કયૅ પ્રમાણે અદાલત ભોગ બનનાર વ્યકિતને વળતર આપશે અને શિક્ષા કેટલી કરવી તે વિષે અને સારી વતૅણુકની અજમાયેશ ઉપર આરોપીને છોડવા અંગે અથવા તેને કલમ ૩૬૦ હેઠળ ઠપકો આપીને મુકત કરવા અથવા તેની સાથે પ્રોબેશન ઓફ ઓફેન્ડસૅ એકટ ૧૯૫૭ (૨૦ ઓફ ૧૯૮૭) પ્રમાણે વયવહાર કરવા અથવા તત્કાલીન પ્રવર્તમાન અન્ય કોઇ કાયદા પ્રમાણે વ્યવહાર કરવા અને આરોપીને શિક્ષા કરવા માટે આ પછીના ખંડોમાં દશૅ વેલી કાયૅરીતિ પ્રમાણે વતીને પાકારોને સાંભળશે
(બી) પક્ષકારોને ખંડ (એ) હેઠળ સાંભળ્યા બાદ અદાલત એવો મત ધરાવતી હોય કે કલમ ૩૬૦ અથવા પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ ૧૯૫૮ (૨/૧૯૫૮)ની જોગવાઇઓ અથવા તત્કાલીન પ્રવતૅમાન અન્ય કોઇ કાયદાની જોગવાઇઓ આરોપીના કેસમાં આકષૅ ય છે તો તે આરોપીને પ્રોબેશન પર મુકત કરશે અથવા જેમ હોય તેમ આવા કોઇ કાયદા પ્રમાણેનો લાભ તેને આપશે
(સી) ખંડ (બી) હેઠળ પક્ષકારોને સાંભળ્યા બાદ જો અદાલતને એમ માલુમ પડે કે આરોપીએ કરેલા ગુના માટે લઘુતમ સજાની જોગવાઇ કાયદામાં કરેલી છે તો આવી લઘુતમ સજાની અડધી સજા આરોપીને કરવામાં આવશે (ડી) કલોઝ (બી) હેઠળ પક્ષકારોને સાંભળ્યા બાદ જો અદાલતને એમ લાગે કે
આરોપીએ કરેલો અપરાધ ખંડ (બી) અથવા ખંડ (સી)માં સમાવિષ્ટ થતો નથી તો તે
આરોપીને આવા ગુના માટે કરવામાં આવતી અથવા જેટલી લંબાવી શકાય તેટલા
સમયની કેદના ૧/૪ ભાગના સમયની કેદની શિક્ષા કરશે જેમ કેસ હોય તેમ
Copyright©2023 - HelpLaw