આરોપીએ કેદમાં/અટકાયતમાં વિતાવેલો સમય તેને કરેલી કેદની શિક્ષા સામે મજરે આપવા વિષે - કલમ:૨૬૫(આઈ)

આરોપીએ કેદમાં/અટકાયતમાં વિતાવેલો સમય તેને કરેલી કેદની શિક્ષા સામે મજરે આપવા વિષે

આ પ્રકરણ હેઠળ આરોપીને કરવામાં આવેલી કેદની શિક્ષા સામે આરોપીએ અટકાયતમાં જેટલો સમય ગાળ્યો હશે તે તેને મજરે આપવામાં આવશે અને તે આ કોડની અન્ય જોગવાઇઓના સબંધમાં જેમ લાગુ પડાય છે તે રીતે જ અહી પણ લાગુ પડશે