અપવાદો - કલમ:૨૬૫(જે)

અપવાદો

આ કોડની અન્ય જોગવાઇઓમાં આ પ્રકરણની જોગવાઇઓની વિરૂધ્ધ ગમે તે હોય તો પણ આ પ્રકરણની જોગવાઇઓ અસરકારક બનાવાશે અને આવી અન્ય જોગવાઇઓના રહેલા કંઇપણનો અથૅ આ પ્રકરણની જોગવાઇઓને મયૅાદિત કરવા માટે વાપરવામાં આવશે નહિ.

ખુલ્લાસોઃ- આ પ્રકરણના હેતુઓ માટે પબ્લિક પ્રોસીકયુટર (લોકાભિયોજક) એ શબ્દપ્રયોગનો અથૅ કલમ ૨ ના ખંડ (યુ) માં જે છે તે જ રહેશે અને તેમા મદદનીશ લોકાભિયોજક જે કલમ ૨૫ હેઠળ નિમવામાં આવે તે પણ સમાવિષ્ટ છે