કલમ ૨૬૭ના અમલમાંથી અમુક વ્યકિતઓને બાકાત રાખવાની રાજય સરકારની સતા
(૧) રાજય સરકાર કોઇ પણ વખતે પેટા કલમ (૨)માં નિદિષ્ટ બાબતો ધ્યાનમાં રાખીને સામાન્ય કે ખાસ હુકમ કરીને એવો આદેશ આપી શકશે કે કોઇ વ્યકિત કે વગૅની વ્યકિતઓને જેમા કેદ રાખયેલ કે અટકાયતમાં રાખયેલ હોય તે જેલમાંથી તેને કે તેમને ખસેડવા નહી અને તેવો હુકમ થાય ત્યારે તે અમલમાં રહેતા સુધી રાજય સરકારના હુકમ પહેલા કે પછી થયેલા કલમ ૨૬૭ હેઠળના કોઇ હુકમો તે વ્યકિત કે વગૅની વ્યકિતઓ પરત્વે અમલ થઇ શકશે નહી.
(૨) પેટા કલમ (૧) હેઠળ હુકમ કરતા રાજય સરકારે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઇશે (ક) જે ગુના માટે કે જે કારણ કોઇ વ્યકિત કે વગૅની વ્યકિતઓને જેલમાં
કેદમાં કે અટકાયતમાં રાખવામાં આવેલ હોય તે ગુના કે કારણોના પ્રકાર (ખ) કોઇ વ્યકિત કે વગૅની વ્યકિઓને જેલમાંથી ખસેડવાની છુટ આપવામાં આવે તો જાહેર શાંતિનો ભંગ થવાનો સંભવ (ગ) સામાન્ય જાહેર હિત
Copyright©2023 - HelpLaw