કેદીને કોટૅ સમક્ષ કસ્ટડીમાં લાવવા બાબત - કલમ:૨૭૦

કેદીને કોટૅ સમક્ષ કસ્ટડીમાં લાવવા બાબત

કલમ ૨૬૯ની જોગવાઇઓને આધીન રહીને જેલના ઇન્ચાર્જ અધિકારી કલમ ૨૬૭ની પેટા કલમ (૧) હેઠળ થયેલ અને જરૂર હોય ત્યારે તેની પેટા કલમ (૨) હેઠળ વિધિસર સામી સહી થયેલ હુકમ મળે ત્યારે હુકમમાં જણાવેલા સમયે તે કોટૅમાં હાજર રહી શકે તે રીતે જે કોટૅમાં તેની હાજરીની જરૂર હોય તે કોટૅમાં હુકમમાં જણાવેલ વ્યકિતને મોકલાવશે અને તેની જુબાની ન થાય ત્યાં સુધી અથવા જે જેલમાં તેને કેદમાં કે અટકાયતમાં રાખવામાં આવેલ હોય તે જેલમાં ફરી મોકલવા માટે કોટૅ અધિકારી ન આપે ત્યાં સુધી કોટૅમાં કે કોટૅ નજીક તેને કસ્ટડીમાં રખાવશે