
પુરાવો આરોપીની હાજરીમાં લેવા બાબત
અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઇ કરી હોય તે સિવાય ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી દરમ્યાન લેવાયેલા તમામ પુરાવા આરોપીની હાજરીમાં અથવા તેની હાજરી જરૂરી ગણવામાં ન આવે ત્યારે તેના વકીલની હાજરીમાં લેવા જોઇશે
એવી જોગવાઇ કરી છે કે જયાં ૧૮ વષૅથી નીચેની ઉમરની મહિલા કે જેના પર બળાત્કાર થયો છે અથવા જેના પર કોઇ જાતિય અપરાધ અથવા અન્ય કોઇ અપરાધ કરાયો છે તેનો પુરાવો નોંધવાનો હોય ત્યાં કોટૅ એવી
જોગવાઇ કરશે કે આવી વ્યકિત આરોપી સામનો કરે પરંતુ એમ પગલા લેશે કે જેથી આરોપીનો ઉલટતપાસનો હક અક્ષુણ્ણ રહે
સ્પષ્ટીકરણઃ- આ કલમમાં આરોપી એ શબ્દમાં જેના સબંધમાં પ્રકરણ ૮ હેઠળની કોઇ કાયૅવાહી આ અધિનિયમ હેઠળ શરૂ કરવામાં આવી હોય તે વ્યકિતનો સમાવેશ થાય છે
Copyright©2023 - HelpLaw