સમન્સ કેસો અને તપાસમાં રેકડૅ - કલમ:૨૭૪

સમન્સ કેસો અને તપાસમાં રેકડૅ

(૧) મેજીસ્ટ્રેટ સમક્ષ જેની ઇન્સાફી કાયૅવાહી થતી હોય તેવા તમામ સમન્સ કેસોમાં કલમો ૧૪૫ થી ૧૪૮ (બંને સહિત) હેઠળની તમામ તપાસમાં અને ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન હોય તે સિવાય કલમ ૪૪૬ હેઠળની તમામ કાયૅવાહીમાં મેજિસ્ટ્રેટે દરેક સાક્ષીની જુબાની લેવાતી જાય તેમ તેના પુરાવાનો સારાંશ કોટૅની ભાષામાં નોંધતા જવુ જોઇશે

પરંતુ મેજિસ્ટ્રેટ જાતે નોંધ કરી શકે તો પોતે તેમ નહી કરી શકવાના કારણો લખીને ખુલ્લી કોટૅમાં તેણે સદરહુ સારાંશની લેખિત નોંધ લેવડાવવી જોઇશે અથવા પોતે લખાવવી જોઇશે

(૨) એવી નોંધમાં મેજિસ્ટ્રેટે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ ગણાશે