વોરંટ કેસોમાં રેકડૅ
(૧) મેજિસ્ટ્રેટ સમક્ષ જેની ઇન્સાફી કાયૅવાહી થતી હોય તેવા તમામ વોરંટ કેસોમાં દેરક સાક્ષીનો પુરાવો તેની જુબાની લેવાતી જાય તેમ મેજિસ્ટ્રેટે જાતે લખી લેવો જોઇશે અથવા ખુલ્લી કોટૅમાં પોતે લખાવે તે પ્રમાણે લખી લેવડાવવો જોઇશે અથવા શારીરિક કે બીજી અશકિતને લીધે પોતે તેમ કરી ન શકે ત્યારે આ માટે તેણે નીમેલા કોટૅના અધિકારીએ તેની પ્રત્યક્ષ દોરવણી અને દેખરેખ નીચે તે લખી લેવો જોઇશે
પરંતુ એમ ઠરાવવામાં આવે છે કે આ કલમ હેઠળ સાક્ષીનો પુરાવો ઓડિયો વીડિઓ ઇલેકટ્રોનિક સાધનોથી પણ નોંધી શકાશે અને તે આરોપીના વકીલની હાજરીમાં નોંધાશે
(૨) મેજિસ્ટ્રેટ પુરાવો લખી લેવડાવે ત્યારે તેણે એવુ પ્રમાણપત્ર આપવુ જોઇશે કે પેટા કલમ (૧)માં ઉલ્લેખાયેલ કારણોસર પોતે પુરાવો જાતે લખી શકેલ નથી
(૩) એવો પુરાવો સાધારણ રીતે બ્યાનના રૂપમાં લખવો જોઇશે પરંતુ મેજિસ્ટ્રેટ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર એવા પુરાવાનો કોઇ ભાગ પ્રશ્નોતર રૂપે લખી લઇ કે લેવડાવી શકશે
(૪) એવી રીતે લખી લેવાયેલ પુરાવામાં મેજિસ્ટ્રેટે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે
Copyright©2023 - HelpLaw