સેશન્સ કોટૅ સમક્ષની ઇન્સાફી કાયૅવાહીનુ રેકડૅ
(૧) સેશન્સ કોટૅ સમક્ષની તમામ ઇન્સાફી કાયૅવાહીમાં દરેક સાક્ષીનો પુરાવો તેની જુબાની લેવાતી જાય છે તેમ તે કોટૅના જજે જાતે અથવા ખુલ્લી કોટૅમાં પોતે લખાવે તે પ્રમાણે અથવા આ માટે તેણે નીમેલા કોટૅના અધિકારીએ તેની પ્રત્યક્ષ અને દેખરેખ નીચે લખી લેવો જોઇશે (૨) સાધારણ રીતે એવો પુરાવો પ્રશ્નોતર રૂપે લખી લેવો જોઇશે પરંતુ પ્રમુખ જજે પોતાની વિવેકબુધ્ધિ અનુસાર એવો પુરાવો કે તેનો કોઇ ભાગ બયાન રૂપે લખી લઇ કે લેવડાવી શકશે (૩) એવી રીતે લખી લેવાયેલ પુરાવામાં તે કોટૅના જજે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે
Copyright©2023 - HelpLaw