પુરાવા લખવા માટેની ભાષા - કલમ:૨૭૭

પુરાવા લખવા માટેની ભાષા

કલમ ૨૭૫ કે કલમ ૨૭૬ હેઠળ પુરાવો લખી લેવામાં આવે ત્યારે દરેક વખતે (ક) સાક્ષી કોટૅની ભાષામાં પુરાવો આપે તો તેને તે ભાષામાં લખી લેવો જોઇશે

(ખ) તે બીજી કોઇ ભાષામાં પુરાવો આપે તો તેને બને તો તે ભાષામાં લખી લેવો જોઇશે અને તેમ કરવાનુ ન બને તો સાક્ષીની જુબાની લેવાતી જાય તેમ કોટૅની ભાષામાં પુરાવાનુ ખરૂ ભાષાંતર તૈયાર કરવુ જોઇશે તેમા મેજિસ્ટ્રેટ કે

તે કોટૅના જજે સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે (ગ) ખંડ (ખ) હેઠળ કોટૅની ભાષા સિવાયની ભાષામાં પુરાવો લખી મોકલવામાં આવે ત્યારે જેમ બને તેમ જલદી કોટૅની ભાષામાં તેનુ ખરૂ ભાષાંતર તૈયાર કરવુ જોઇશે અને મેજિસ્ટ્રેટ કે તે કોટૅના જજે તેમા સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે

પરંતુ ખંડ (ખ) હેઠળ પુરાવો અંગ્રેજીમાં લખી લેવાયેલ હોય અને કોઇ પણ પક્ષકારને કોટૅની ભાષામાં તેના ભાષાંતરની જરૂર ન હોય ત્યારે કોટૅ તેના ભાષાંતર વિના ચલાવી લઇ શકશે